સમબાજુ ત્રિકોણના આકારનું એક ખેતર છે જેની દરેક બાજુની લંબાઈ $70$ મી છે. ખેતરના એક શિરોબિંદુ પર એક ગાયને $5$ મી લાંબા દોરડાથી બાંધેલ છે. ખેતરના જેટલા ભાગમાં ગાય ચરી શકે તેનું ક્ષેત્રફળ શોધો. $(\pi=3.14)$ (મીટર$^2$ માં)

  • A

    $13.08$

  • B

    $12.54$

  • C

    $11.03$

  • D

    $23.01$

Similar Questions

આકૃતિમાં, $ABCD$ સમલંબ ચતુષ્કોણ છે. $AB || DC$ છે. $AB = 18$ સેમી, $DC = 32$ સેમી અને $AB$ અને $DC,$ વચ્ચેનું અંતર $= \,14$ સેમી. જો $A, B, C$ અને $D$ ને કેન્દ્ર ગણીને $7$ સેમી સમાન ત્રિજ્યાનાં ચાપ દોરેલાં હોય, તો આકૃતિમાં દર્શાવેલા રેખાંકિત ભાગનું ક્ષેત્રફળ શોધો.(સેમી$^2$ માં)

એ કહેવું સાચું છે કે $a$ સેમી ત્રિજયાવાળા વર્તુળને બહિર્ગત ચોરસની પરિમિતિ $8a$ સેમી છે ? તમારા જવાબ માટે કારણ આપો.

આકૃતિમાં બતાવ્યા પ્રમાણે, એક તિરંદાજી નિશાનમાં ત્રણ સમકેન્દ્રીય વર્તુળોથી રચાતા ત્રણ ભાગ છે. જો સમકેન્દ્રી વર્તુળોના વ્યાસનો ગુણોત્તર $1 :  2 : 3$ હોય, તો તે ત્રણેય ભાગનાં ક્ષેત્રફળોનો ગુણોત્તર શોધો.

આકૃતિમાં, $d$ વ્યાસવાળા વર્તુળને અંતર્ગત એક ચોરસ છે અને બીજો ચોરસ તે વર્તુળને બહિર્ગત છે. શું બહારના ચોરસનું ક્ષેત્રફળ, અંદરના ચોરસના ક્ષેત્રફળ કરતાં ચાર ગણું છે ? તમારા જવાબ માટે કારણ આપો.

આકૃતિમાં દર્શાવ્યા મુજબ લંબચોરસ $ABCD$ એક પતરું છે, જેમાં $CD = 20$ સેમી અને $BC = 14$ સેમી છે. તેમાંથી $\overline{ BC }$ વ્યાસવાળું એક અર્ધવર્તુળ અને $A$ કેન્દ્ર અને $AD$ જેટલી ત્રિજ્યાનું એક વૃત્તાશ કાપી લેવામાં આવે છે. બાકી રહેતાં પતરાનું ક્ષેત્રફળ શોધો. (સેમી$^2$ માં)